મોરબી : GPSCની પરીક્ષામાં મહેન્દ્રનગરના પ્રશાંત અમૃતિયા ઉતીર્ણ

- text


મોરબી : પ્રશાંત વ્રજલાલ અમૃતિયા( મૂળ જેતપર, હાલ મહેન્દ્રનગર નિવાસી)એ તાજેતરમાં લેવાયેલ G.P.S.C. દ્વારા લેવામાં આવેલ મદદનીશ ઇજનેરની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ R & Bમાં મદદનીશ સિવિલ ઇજનેર તરીકે પસંદ થતા મિત્રો અને પરિવારજનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તથા પ્રશાંતભાઈ જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને કુટુંબને તથા સમાજને ઉપયોગી થાય એવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.

- text