મોરબી : મોરબી જિલ્લા પોલીસ, સુરક્ષા સેતુ સોસાયટી અને TTC એકેડમી - રાજકોટ દ્વારા બિન-સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ પરીક્ષાને આખરી ઓપ આપવા માટે TTC એકેડમી - રાજકોટના નિષ્ણાત અને તજજ્ઞ અધ્યાપકો દ્વારા 7 નવેમ્બરથી 12 નવેમ્બર સુધી સમગ્ર અભ્યાસક્રમમાંથી પરીક્ષાલક્ષી મુદ્દાઓનું કોચિંગ અને ગાઈડન્સ આપવામાં આવી રહ્યું છે. જેના અંતર્ગત ગઈકાલે તા. 7 નવેમ્બરના રોજ નિષ્ણાત દેવશીભાઇ મોઢવાડીયા દ્વારા ગુજરાતી વિષય પર તથા આજે તા. 8 ના રોજ ડો. જીતેન ઉધાસ દ્વારા અંગ્રેજી વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. હજુ આસેમિનાર તા. 12 સુધી યોજાશે જેમાં જુદા જુદા વક્તાઓ માર્ગદર્શન પૂરું પાડશે