મોરબી : મોરબી જીલ્લાના પીપળી ગામના વતની સંજયસિંહ ઝાલાનો જન્મ એક સામાન્ય ખેડુત પરિવારમાં થયો હતો. તેઓ નાનપણથી જ ભણવામાં ખુબ હોશિયાર અને કંઇક કરી છુટવાની મનોબળ ધરાવતા હતા. જેમણે ૨૦૧૭માં મોરબીની એલ.ઇ. કોલેજમાં બેચરલ ઓફ એન્જીનીયરીંગ (સિવિલ એન્જીનીયરીંગ) નો અભ્યાસ પુર્ણ કરી એન્જીનીયરીંગની ટફ ગણાતી પરીક્ષા ગેટ ક્વોલીફાય કરી હતી. કહેવાય છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો આવાજ દ્રઢ વિશ્વાસ સાથે તેઓએ ૨૦૧૯માં વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ એન્જીનીયરીંગનો અભ્યાસ પુર્ણ કર્યો અને આ અભ્યાસની સાથે સમય કાઢીને પોતાનુ ધ્યેય પ્રાપ્ત કરવામા મશગુલ રહીને ઘણુ જ્ઞાન મેળવ્યું હતુ. તેઓ જ્ઞાન થકી લગાતાર 2 વખત GPSCની પરીક્ષામાં ઉતીર્ણ થયા છે અને હાલમાં તેઓ નર્મદા વોટર રિસોર્સ વોટર સપ્લાય અને કલ્પસર ડિપાર્ટમેન્ટમાં ક્લાસ 2 ઓફીસર અને રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટમાં કલાસ 2 ઓફીસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. આમ, તેઓએ GPSCમાં ડબલ સેન્ચુરી મારીને પરિવારનું નામ રોશન કર્યું છે. માત્ર આટલુ જ સિમીત નથી. તેઓનું સપનું ડે.કલેકટર બનવાનું છે અને તેઓ તેમના દરેક પડાવ આત્મવિશ્વાસથી સર કરે તેવી શુભેચ્છાઓ પરિવાજનો તથા મિત્રો તરફથી પાઠવવામાં આવી છે.