ટંકારા : ટંકારા તેમજ વાંકાનેર પંથકમા આજે સાંજના અરસાથી ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. ઠંડા પવન સાથે શરૂ થયેલા વરસાદથી બન્ને પંથકમાં ઠંડક ફરી વળી છે. મહા વાવાઝોડાની અસરને પગલે આજે સાંજના 7:30વાગ્યાથી ટંકારામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. ટંકારા ઉપરાંત નેશડા, સાવડી, ઓટાળા, બંગાવડી સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે. જ્યારે આ લખાઈ છે ત્યારે વાંકાનેરમા પણ ઠંડા પવન સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે મોરબી, હળવદ અને માળિયામાં વાતાવરણની સ્થિતિ સામાન્ય હોવાના અહેવાલો મળી રહ્યા છે.