મોરબી : મોરબીમાં સિનિયર સિટીઝન કાઉન્સીલ દ્વારા આગામી તા. 10 નવેમ્બરના રોજ જનરલ બોર્ડની મિટિંગ તથા માત્ર સભ્યો માટે સ્નેહમિલન યોજવામાં આવશે. આ કાર્યક્રમનું આયોજન રવિવારે સવારે 10 કલાકે સિદ્ધિ-વિનાયક વાડી, સત્યમ પાનવાળી શેરી, સરદાર બાગ સામે, શનાળા રોડ ખાતે રાખેલ છે. આ કાર્યક્રમમાં નવા પદાધિકારીની નિમણુંક કરવામાં આવશે. આ ઉપરાંત, મહેમાનોનું ઉદબોધન તથા સ્વરુચિ ભોજન રાખવામાં આવ્યું છે.