મોરબી : મોરબીમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ અને પ્રજાપતિ યુવા સંગઠનના સંયુક્ત ઉપક્રમે આગામી તા. 8 ડિસેમ્બરને રવિવારના રોજ કંડલા બાયપાસ, કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં, મોરબી ખાતે ગુર્જર પ્રજાપતિ સમાજનો ચોથો જાજરમાન સમૂહ લગ્નોત્સવ યોજાશે. આ સમૂહ લગ્નોત્સવમાં ગુર્જર પ્રજાપતિ સમાજના 7 યુગલો પ્રભુતામાં પગલાં માંડશે. નવદંપતિને આશીર્વચન પાઠવવા સત્તાધાર, પીપળીધામ, મોરબી, હળવદ, બગથળાના સંતો-મહંતો ઉપસ્થિત રહેશે. દરેક કન્યાઓને કરિયાવરમાં અનેક ચીજવસ્તુઓ જ્ઞાતિજનો તરફથી ભેટ આપવામાં આવશે. જે જ્ઞાતિજનોને કરિયાવરમાં ચીજવસ્તુઓનું દાન તેમજ રોકડદાન આપવાનું હોય તેઓએ વહેલી તકે આગામી તા. 15 નવેમ્બર સુધીમાં નામ નોંધાવવાનું રહેશે. મોરબીના આંગણે ચતુર્થ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે સમિતિના પ્રમુખ અમિતભાઇ મચ્છોયા તથા તેમની ટીમ જહેમત ઉઠાવી રહી છે. વધુ માહિતી માટે તથા સમૂહ લગ્નમાં યોગદાન આપવા માટે મો. નં. 94282 77707 ઉપર સંપર્ક કરવાનું યાદીમાં જણાવવામાં આવ્યું છે.