વિશેષ આયોજનનો અભાવ હોવાથી મુસાફરોને સુવિધા કરતા દુવિધા વધુ થઈ હોવાની ફરિયાદો ઉઠી મોરબી : મોરબીમાં અનેક લોકોએ દિવાળી પર્વની મિત્ર, સગા સ્નેહીજનો અને પરિવારજનો સાથે બહારગામ પર્યટન કે ધાર્મિક સ્થળે જઈને ઉજવણી કરી હતી.જેનો એસટી તંત્રને સીધો ફાયદો થયો હતો.દિવાળીના તહેવારો દરમિયાન એસતીમાં ભારે ભીડ રહેતા એસટી તંત્રને રૂ.52.35 લાખની આવક થઈ હતી.જોકે એસટી તંત્રએ દિવાળીના તહેવારોમાં એસટીના ખાસ વિશેષ આયોજન ન કરતા મુસાફરોને સુવિધા કરતા દુવિધા વધુ ભોગવવી પડી હોવાની ફરિયાદ ઉઠી હતી. દિવાળીના તહેવારોમાં મીની વેકેશન હોવાથી ઘણા લોકો પરિવારજનો સાથે બહારગામ પર્યટન સ્થળ કે ધાર્મિક સ્થળે જઈને દિવાળી પર્વની ઉજવણી કરતા હોય છે.તેમજ ગોધરા, દાહોદ બાજુના ખેતમજૂરો પણ મોરબીમાં ખેતમજૂરો કરીને દિવાળીના સમયે પોતાના વતનમાં જતા હોય છે.પરિણામે દિવાળીના તહેવારોમાં એસટી બસોમાં લોકોનો ભારે ધસારો રહે છે અને આ વખતે દિવાળીના તહેવરોમાં લોકોની એસતીમાં ચિક્કાર ભીડ જોવા મળી હતી.જેથી એસટી તંત્રને દિવાળીના તહેવારો ફળીભૂત થયા છે.જેમાં તા.19 થી 1 નવેમ્બર સુધીમાં રૂ.52.35 લાખની આવક થઈ હતી.જોકે એસતીનું એકસ્ટ્રા સંચાલન ખાસ કાંઈ વિશેષ ન હતું.એથી એક્સ્ટ્રા સંચાલનમાં રૂ.2.50 લાખ જેવી આવક થઈ છે.એક બસને અન્યત્ર જગ્યાએ જોડી દેવાતા મુસાફરો હેરાન થયા હતા.સુવિધા કરતા દુવિધા વધુ થઈ હોય તેવી.મુસાફરોમાં ફરિયાદ ઉઠી હતી.જેમાં ગતતા.27 થી 30 સુધી મોરબી ડેપોની 361 જેટલી ટ્રીપો રદ કરવામાં આવી હતી.આ ગ્રામ્ય રૂટ અને રાજકોટ રૂટની ટ્રીપો અન્યત્ર જગ્યાએ ફાળવી દેવામાં આવી હતી.દિવાળીના તહેવારોમાં જ આ લોકલ ટ્રીપો રદ થતા મુસાફરો ભારે હેરાન થયા હતા.જેથી ખાનગી વાહનોમાં લોકો બરોબરના લૂંટાયા હોવાની પણ ફરિયાદ ઉઠી હતી.