મોરબી : મોરબીના ભક્તિનગર ગામે આજે કરૂણ કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ધો. 7મા અભ્યાસ કરતી એક દીકરીએ પોતાની સદગત માતાને કાંધ આપીને એક દીકરાનો ધર્મ નિભાવ્યો હતો. આ દ્રશ્ય જોઈને અનેક લોકોના હદય દ્રવી ઉઠયા હતા. મોરબીના ભક્તિનગર ( રવાપર નદી) ગામે સરોજબેન કિરીટભાઈ ગરચર ઉ.વ.38નું કેન્સરની બીમારીના કારણે નિધન થયું હતું. સંતાનમાં તેમને કોઈ દીકરો ન હોવાથી ધો. 7મા અભ્યાસ કરતી તેમની દીકરી માયા કિરીટભાઈ ગરચરે અંતિમયાત્રામાં તેમને કાંધ આપીને દીકરા તરીકેની ફરજ અદા કરી હતી.