મોરબી : મોરબી જિલ્લા પોલીસ, સુરક્ષા સેતુ સોસાયટી અને TTC એકેડમી - રાજકોટ દ્વારા બિન-સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ પરીક્ષાને આખરી ઓપ આપવા માટે TTC એકેડમી - રાજકોટના નિષ્ણાત અને તજજ્ઞ અધ્યાપકો દ્વારા 7 નવેમ્બરથી 12 નવેમ્બર સુધી સવારે 9થી 5 વાગ્યા સુધી સમગ્ર અભ્યાસક્રમમાંથી પરીક્ષાલક્ષી મુદ્દાઓનું કોચિંગ અને ગાઈડન્સ આપવામાં આવશે. આ વર્કશોપ માટે 80900 60900 પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.