મોરબી : મોરબીના ગોર ખીજડીયા ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનુ ગોરિયા પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેનો ભક્તો દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનુ વક્તાની સુમધુર વાણીમાં રસપાન લઈ ધન્યતા અનુભવી લાહવો લઈ રહ્યા છે. જે પારાયણનુ ભક્તો શાંતિપુર્ણ રીતે સાંભળી જીવન અમૃતમય બનાવી રહ્યા છે. આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી કથાનુ શ્રવણ કરી રહ્યા છે. આ તકે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણના અંતિમ દિવસે સંતવાણીનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જે તા.૫ નવેમ્બરના રોજ રાત્રે નામી ભજનીક કલાકાર વર્ષાબેન પટેલ અને જયદીપ સોની તેમજ લોક સાહિત્યકાર વિજયદાન ગઢવી સહીતના કલાકાર પોતાના કોકીલકંઠ અવાજમાં ભજન સરવાણીની રમઝટ બોલાવશે આ તકે સર્વ ધર્મપ્રેમી જાહેરજનતાને પધારવા ગોરિયા પરિવાર ગોરખીજડીયા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.