મોરબી : સમગ્ર મોરબી પંથકમાં આજે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. જો કે મોરબીની સાથોસાથ આસપાસના જિલ્લાઓમાં પણ વરસાદી ઝાપટા નોંધાયા હતા. ત્યારે ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે મોરબીના જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમમાં પાણીની આવક થતા ડેમનો એક દરવાજો એક ફૂટ સુધી ખોલવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.