મોરબી : શ્રી ઠાકર ભજન મંડળ - મોરબી દ્વારા દર માસની પૂર્ણીમાએ ગાયોના ઘાસચારા અઅને ચકલાના ચણના લાભાર્થે છેલ્લા ૨૧ વર્ષથી સંતવાણીનું આયોજન કરવામાં આવેછે. આ માસની કારતક પૂર્ણીમાએ પણ સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. સંતવાણીમાં કલાકારો ભજન આરાધક પરેશભાઈ પ્રજાપતિ (સુરેન્દ્રનગર), લોકસાહિત્યકાર અક્ષયભાઈ પ્રજાપતિ (રાજકોટ), ભજન આરાધક પરેશભાઈ પ્રજાપતિ (સુરેન્દ્રનગર), લોકસાહિત્યકાર અક્ષયભાઈ પ્રજાપતિ (રાજકોટ) પ્રસ્તુતિ કરશે. આ આયોજન આગામી તા. 11 નવેમ્બરના રોજ રાત્રે ૯-૩૦ કલાકે વરીયા મંદિર, સો ઓરડી, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કારતક સુદ પૂનમની ધજા પ્રવિણભાઈ ચકુભાઈ મહેંમદાવાદી (ધનાળાવાળા) પરિવાર દ્વારા ચડાવવામાં આવશે. આ તકે ઠાકર ભજન મંડળ દ્વારા ભાવિકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.