મોરબી : મોરબીમાં શ્રીમાળી બ્રાહ્મણ સર્વોદય મંડળ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જ્ઞાતિનો શૈક્ષણિક પારિતોષિક તથા સ્નેહમિલન સમારોહ આગામી તા. 10 નવેમ્બરના રોજ બપોરે 4 કલાકે જ્ઞાતિની ભોજનશાળા - વાડી, સુતાર શેરી ખાતે યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ગુજરાતી તથા ઈંગ્લીશ માધ્યમમાં અભ્યાસ કરતા જ્ઞાતિના વિદ્યાર્થીઓને જ્ઞાતિના નિવૃત શિક્ષક-શિક્ષિકાઓ તથા દાતાઓ દ્વારા પારિતોષિક અને પ્રમાણપત્ર આપવામાં આવશે. ટ્રસ્ટના પ્રમુખ રામનારાયણભાઈ દવેના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શૈક્ષણિક પારિતોષિક સમારોહની સાથે સ્નેહમિલનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. શ્રીમાળી બ્રાહ્મણ સર્વોદય મંડળ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા શ્રીમાળી બ્રાહ્મણ સમાજના લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.