વરસાદી વાતાવરણ સાથે તેજ પવન ફૂંકાયો મોરબી : મહા વાવાઝોડાની આજે મોરબી જિલ્લામાં ઇફેક્ટ જોવા મળી હતી.મોરબી જિલ્લામાં હાલ વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યો છે.અને વાદળ છાયું વાતાવરણ થઈ ગયું છે.આ સાથે મોરબી અને ટંકારમાં વરસાદી ઝાપટા પડ્યા હોવાના અહેવાલો મળે છે.હાલ આકાશ કાળા ડિબાંગ વાદળોની ધરાઈ ગયું છે અને વાતાવરણ એકદમ ધીર ગંભીર બની ગયું છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી મહા વાવાઝોડું ત્રાટકે તેવી આગાહી કરવામાં આવી છે અને આ વાવઝોડાની સંભવિત અસર રૂપે તેજ પવન ફૂંકવાની સાથે ભારે વરસાદ પડવાની સંભાવના દર્શાવાઇ છે.મોરબી જિલ્લામાં મહા વાવાઝોડાની અગાહીના પગલે તંત્ર સ્ટેન્ડ બાય છે.ત્યારે મોરબી જિલ્લામાં આજે આ વાવઝોડાની ઇફેક્ટ જોવા મળી હતી.હાલ વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યો છે અને આકાશમાં ઘનઘોર કાળા ડિબાંગ વાદળો છવાતા વાતાવરણ એકદમ ગંભીર બની ગયું છે.તેજ પવન ફૂંકાવાનો શરૂ થયો છે.એ સાથે મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે વરસાદી ઝાપટું પડ્યું હતું.અને રોડ ઉપર પાણી નીકળી ગયા હતા.જ્યારે અમારા વાંકાનેરના પ્રતિનિધિ હરદેવસિંહ ઝાલાના જણાવ્યા મુજબ વાંકાનેરમાં વાતાવરણ પલટાતાની સાથે જોરદાર પવન ફૂંકાયો છે અને છાંટા શરૂ થયા છે.હાલ મોરબીમાં વાતાવરણ એકદમ ઘનઘોર બની ગયું છે અને વરસાદી વાતાવરણની સાથે તેજ પવન ફૂંકાયો છે જોકે હજુ સુધી જિલ્લામાં સમગ્ર પરિસ્થિતિ નિયત્રણ હેઠળ છે.