મોરબી : મોરબી નજીક પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ ફેકટરીમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા શ્રમિકનું કરુણ મોત નીપજ્યું હતું.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી નજીક પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ કિંગારુ કારખાનામાં ગઈકાલે તા.1 ના રોજ ધુલસિંગ દિલીપસિંગ ભુરિયા નામનો મજૂર કામ કરી રહ્યો હતો.તે વખતે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા આ મજૂરનું કરુણ મોત નીપજ્યું હતું.બાદમાં મજૂરના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.