સમાજના વિશિષ્ટ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરીને જલારામબાપાની જન્મજ્યંતી ઉજવાશે : પ્રભાત ધૂન,અન્નકૂટ દર્શન,.મહાઆરતી સહિતના પંચવિધ કાર્યક્રમો યોજાશે મોરબી : મોરબીમાં જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આવતીકાલે સંત શિરોમણી પૂ.જલારામબાપાની 220 મી જન્મજયંતિની વિશિષ્ટ રીતે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સમગ્ર સમાજ માટે આદર્શ ગણાતા વિશિષ્ટ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરીને જલારામબાપાની જન્મજયતી ઉજવાશે.જ્યારે જલારામ જ્યંતી નિમિતે પ્રભાત ફેરી, અન્નકૂટ દર્શન, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના પંચવિધ કાર્યક્રમો યોજાશે. વિરપુરના સંત શિરોમણી પૂ.જલારામબાપાની આવતીકાલ રવિવારે 220 મી જન્મજ્યંતી છે.ત્યારે મોરબીના રઘુવંશી સમાજમાં જલારામબાપાની જન્મજ્યંતીની ઉજવણીને લઈને ભારે હરખ છવાયો છે અને મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર આવેલ જલારામ પ્રાર્થના મંદિર ખાતે જલારામબાપાની જન્મજ્યંતીની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જલારામ જ્યંતી નિમિત જલારામ મંદિરે આવતીકાલે સવારે છ વાગ્યે પ્રભાતધુન, સવારે 10 વાગ્યે અન્નકૂટ દર્શન, સાવરે 11-30 વાગ્યે કેક કટીંગ, બપોરે 12 વાગ્યે મહાઆરતી અને બપીરે 12 30 વાગ્યે મહાપ્રસાદના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.જોકે છેલ્લા કેટલાક વર્ષોથી જલારામબાપાની જન્મજયંતીની સરપ્રાઈઝ રીતે વિશિષ્ટ ઉજવણી કરવામાં આવે છે.જેમાં ખાસ કરીને કુદરતી શારીરિક અને માનસિક ઉણપ વચ્ચે પણ માનભેર જિંદગી જીવતા લોકોના હસ્તે કેક કટીંગ કરાવીને જલારામ જ્યંતીની ઉજવણી કરવામાં આવે છે.આવતીકાલે પણ આવી જ રીતે સમાજના વિશિષ્ટ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરીને જલારામ જ્યંતી ઉજવવામાં આવશે.