વક્તા બ્રહ્મર્ષિ રવિશંકરભાઈ કે. રાજગોર (ડાકોરવાળા) સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ સુધી કથાનું રસપાન કરાવશે વાંકાનેરની ભાટીયા સોસાયટીના મહાકાળી ગરબી ચોકમાં આવતીકાલથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. કથાના વ્યાસને ડાકોરવાળા સુપ્રસિદ્ધ કથાકાર બ્રહ્મર્ષિ રવિશંકરભાઈ કે. રાજગોર બીરાજી ભક્તિ અને જ્ઞાન ભરપૂર મધુર સંગીતમય શૈલીમાં અમૃતમય શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરાવશે. પોથીયાત્રા તા. ૩/૧૧/૧૯ રવિવારે સવારે ૯:૩૦ કલાકે જીનપરા થી ભાટીયા સોસાયટી મહાકાળી ચોક સુધી રાખેલ છે. કથા દરમિયાન કૃષ્ણ જન્મોત્સવ તેમજ કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ ધામધૂમથી ઉજવવામાં આવશે. તેમજ તારીખ ૭/૧૧/૧૯ ગુરુવાર રાત્રે ૯:૩૦ કલાકે સુપ્રસિદ્ધ ભજનીક બારોટ સુરબરદાઈ, બારોટ રોહિતભાઈ, બારોટ નયનાબેન અને પ્રજાપતિ ઇલાબેન વાજિંત્રોની સંગાથી ભજન ડાયરા ની રંગત જમાવશે. કથા દરમિયાન દરરોજ મહેમાનો માટે પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. વાંકાનેર ભાટીયા સોસાયટી માં રહેતા ખરવડ પરિવાર દ્વારા તેમના પિતૃઓના મોક્ષાર્થે આ ભાગવત સપ્તાહ નું આયોજન કરેલ છે તો આ દિવ્ય મંગલમય અવસર પર વાંકાનેરની સર્વ ધર્મપ્રેમી જનતાને ભવરોગ વિનાશિની ભાગવત કથામાં પધારવાનું ભાવભર્યું આમંત્રણ આપેલ છે.