મોરબી : મોરબી જિલ્લા ખેતી વાડી અધિકારી તરફથી 'મહા' વાવાઝોડાની અસર અન્વયે કાળજી રાખવા માટે ખેડૂતોને અપીલ કરવામાં આવી હતી. મોરબી જિલ્લા ખેતી વાડી અધિકારી ગજેરા તરફથી જણાવવામાં આવ્યું હતું કે આગામી સમયમાં 'મહા' વાવાઝોડાની અસર અન્વયે વરસાદની પરિસ્થિતિ ઉપસ્થિત થાય તેવા સંજોગોમાં ખેડૂતોએ અત્યારથી જ કાળજી લેવા માટે ગ્રામસેવકએ ખેડૂતોને માર્ગદર્શન આપવું. આ ઉપરાંત, ખેડૂતોએ ખાસ કરીને તાડપત્રી વગેરે હાથવગું રાખવું, ખેતરમાં કાપણી કરેલ પાક સલામત જગ્યાએ રાખવો, કપાસ જેવા પાકોમાં વીણી પૂરી કરી લેવી, ઉભા પાકમાં પિયત ટાળવું, નવા પાકનું વાવેતર શક્ય હોય ત્યાં રાહ જોઈ શકાય તેમ હોય તો ટાળવું, ખેતરમાંથી પાણીના નિકાલ માટે વ્યવસ્થાઓ પણ રાખવી, બાગાયતી પાકોમાં પણ કાળજી રાખવી જેથી વધુ પવનથી બાગાયતી પાકોને નુકસાન ન થાય, એપીએમસીમાં પણ વેચાણ માટે જણસીઓને ઢાંકીને લઈ જવી જેવા સલાહ-સૂચનો સાથે કાળજી રાખવા માટે અપીલ કરવામાં આવી હતી.