મોરબી : મોરબીના બગથળા ગામે ચેકડેમમાં ડૂબી જતાં વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું હતું.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા સવજીભાઇ હરજીભાઇ વડનગરા ઉવ.65 નામના વૃદ્ધ ગઈકાલે તા.31 ઓક્ટોબરના બગથળા ગામે ફુલકી નદીની બાજુમા આવેલ ચેકડેમમાં ન્હાવા ગયા હતા.ત્યારે અકસ્માતે તેમનો પગ લપસી જતા તેઓ ચેક ડેમમા ડુબી જતા તેમનું મોત નીપજ્યું હતું.બાદમાં તેમની ડેડબોડીને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવ હાથ ધરી છે.