ટંકારા : ટંકારા તાલુકાના સજનપર ગામે બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ દ્વારા ગાયોના લાભાર્થે આવતીકાલે તા. 02/11/2019ના શનિવારે છઠના રોજ રાત્રે ૯:૩૦ કલાકે મહાન ઐતિહાસિક નાટક “સાત કોઠાનુ યુધ્ધ યાને અભીમન્યુ ચક્રાવો” તેમજ સાથે પેટ પકડીને હસાવતુ હાસ્ય રસિક કોમિક રજુ કરવામા આવશે. ઉલ્લેખનીય છે કે સજનપર ગામે ગાય માતાજીનુ સમાધિ મંદિર પણ બનાવવામા આવ્યું છે. તેમજ સજનપર ગામે ૭૦ જેટલી નિરાધાર ગાયોનો નિભાવ થાય છે તેનો નિભાવનો ખર્ચ છેલ્લા ૧૭ વર્ષથી નાટકનો કાર્યક્રમ યોજી લોકફાળા દ્વારા તેમજ ઢોલ-ત્રાંસા વગાડીને કરવામા આવે છે. જેથી, સમસ્ત સજનપર ગામ તથા બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ દ્વારા ધર્મપ્રેમી તથા ગૌ પ્રેમી જનતાને પ્રસિદ્ધ નાટક નિહાળવા પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.