વાંકાનેર : ચંદ્રપુર ગામ સામે બાઉન્ડરીથી વાંકાનેર જવાના રસ્તે ગાય આડે ઉતરતા છકડામાં બેઠેલી ચાર મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી જ્યારે એક મહિલાનું મોત થયું હતું. પોલીસે છકડા ચાલક વિરુદ્ધ બેફિકરાઈથી વાહન ચલાવીને મોત નિપજાવવા અંગે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બાઉન્ડરીથી વાંકાનેર જવાના રોડ પર ચંદ્રપુર ગામ સામે છકડા નંબર GJ 02T 6891ના ચાલક જગદીશ ચકુભાઈ કાપડિયા રહે. રાજકોટ વાળાએ બેફિકરાઈ ભરી રીતે છકડો ચલાવી ગાય સાથે અથડાવતા છકડામાં માં બેસીને મુસાફરી કરી રહેલી પાંચ મહિલાઓ પૈકી એક મહિલાનું મોત થયું હતું જ્યારે ચાર મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી. મૃતક મહિલા લક્ષ્મીબેન મનુભાઈ કાપડિયા ઉં.વ.52ને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું મોત થયું હતું. જ્યારે કંચનબેન ભુદરભાઈ, અનશોયાબેન જગદીશભાઈ, ભાવનાબેન લલિતભાઈ અને રેખાબેન દીપકભાઈ મોરણીયાને નાની મોટી ઇજા સાથે હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે ખસેડાયા હતા. રેખાબેન મોરણીયાએ છકડો ચાલક જગદીશ કાપડિયા વિરુદ્ધ બેફિકરાઈથી વાહન ચલાવવા બાબતે ફરિયાદ લખાવતા વાંકાનેર સીટી. પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. પી.સી.મોલિયાએ વધુ તપાસ હાથ ધરી છે.