મોરબી : મોરબીમાં યુવતી લઘુશંકા કરવાનું કહીને ગુમ થઈ ગઈ હોવાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર મોરબીના રોહિદાસપરા કબીર આશ્રમ પાસે રહેતી જલ્પાબેન ડાયાભાઈ કટિયા ઉ.વ.18 નામની યુવતી ગતતા.29ના રોજ ઘરેથી લઘુશંકા કરવાનું બહાનુ કાઢી ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગઈ છે.બાદમાં તેણીનો પત્તો ન લાગતા તેણીની માતા નયનાબેન ડાયાભાઈ કટિયાએ પોતાની પુત્રી ગુમ થયાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ગુમસુદા નોંધાવી છે.જેના આધારે બી ડિવિઝન પોલીસે યુવતીની શોધખોળ હાથ ધરી છે.