મોરબી : મોરબીમાં સામાકાંઠે સો ઓરડી નજીક બજાજ સી.એન.જી. રિક્ષામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી લઇ જતા રીક્ષાચાલકની ગઈકાલે તા. 29 ઓક્ટોબરના રોજ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા પ્રોહિબિશન કલમ હેઠળ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત વિગત મુજબ આરોપી રિક્ષાચાલક બેચરભાઇ જગાભાઇ ચાઉ પોતાના હવાલા વાળી બજાજ સી.એન.જી. ઓટો રીક્ષા નં. જી.જે.-૩૬-યુ-૫૩૬૫માં ગેર-કાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની મેગ ડોવેલ્સ નંગ-૧, સુપ્રીયર વ્હીસ્કીની સીલ પેક ૭૫૦ મીલીની બોટલ નંગ ૧૫ કીં. રૂ. ૪૫૦૦/- તથા બજાજ સી.એન.જી ઓટો રીક્ષા નં જી.જે.-૩૬-યુ- ૫૩૬૫ કીં. રૂ. ૫૦.૦૦૦/- મળી કુલ ૫૪,૫૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપી સો ઓરડી નજીકના રસ્તે મળી આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી તેની પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરી હતી.