મોરબીમાં પ્રેમ સબંધ મામલે યુવાન પર હુમલો

- text


મોરબી : મોરબીમાં પ્રેમ સંબંધ મામલે યુવાન પર પ્રેમિકાના કાકાએ મોરબીની સિવિલ હોસ્પિટલમાં હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ બનાવ મામલે એ ડિવિઝન પોલીસે યુવાનની ફરિયાદ પરથી એક આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઘનસુખભાઇ જયંતીભાઇ ચૌહાણ ઉ.વ-૧૯ ધંધો-મજુરી રહે-જુનાગઢ સાબરપર ચોકડી ઝુપડામાં મોરબી ખાતે વાળાએ પ્રતાપભાઇ દાદુભાઇ પરમાર રહે મોરબી કેનાલ રોડ ઝુપડામા સામે ફરિયાદ નોંધાવી છે કે,તા.૨૮/૧૦/૨૦૧૯ ના સવારના પોણા દશેક વાગ્યે ફરીયાદીને આરોપીની ભત્રીજી સાથે પ્રેમ સંબંધ હોય જેથી. ફરીયાદી આરોપીની ભત્રીજીને મળવા જતા આરોપીના સગા સબંધી દેખી જતા ઝપાઝપી થતા ઇજા થતા ફરીયાદી મોરબી સરકારી હોસ્પીટલમા સારવારમા દાખલ કરાયો હતો. તે દરમ્યાન આરોપીએ આવી ફરીયાદીને ગાળો આપીને ગળા ના ડાબા ભાગે તથા ડાબા હાથે આંગળીઓમા છરી વતી ઇજા કરી જાનથી મારી નાખવા ની ધમકી આપી હતી. એ ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

- text