- text
મોરબી : નવા વર્ષની ઉજવણી અંતર્ગત મોટાભાગના લોકો સોસીયલ મીડિયાનો સહારો લેતા હોય છે. ફેસબૂક કે વોટ્સએપ પર તહેવારનો સંદેશ મોકલીને શુભેચ્છા પાઠવી લે છે પરંતુ ફેસ ટુ ફેસ નથી મળતા. ત્યારે મોરબી નજીક આવેલા શિવનગર ગામે ગ્રામજનો રૂબરૂ મળી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.
નવા વર્ષના પ્રથમ દિવસે સર્વે ગ્રામજનો માટે સ્નેહમિલન યોજવાની પરંપરા 4 વર્ષથી ચાલુ છે. જેનો હેતુ એક બીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી મોં મીઠા કરી નવા વર્ષથી નવી જ ઉર્જા સાથે મનમેળ રહે તેમજ ગામમાં સંપ જળવાઈ રહે તથા ગામના વિકાસ માટે સૌ સાથે મળી દરેક કાર્ય તથા ઉજવણી કરે તેવો છે.
- text
- text