મોરબી : અન્ય શહેરમાં વ્યવસાય કે વિદ્યાભ્યાસ અર્થે રહેતા લોકો દિવાળી સમયે વતન પરત ફરતા હોય છે. આવા સમયે તંત્ર દ્વારા દિવાળીના દિવસે જ મોરબીથી સુરત, મોરબીથી દાહોદ જતી બસ રદ કરવામાં આવી હતી. તહેવાર સમયે અચાનક લાંબા અંતરની બસ મુસાફરો રઝળી પડ્યા હતા. આ ઉપરાંત, મોરબી નવા બસ સ્ટેન્ડના અધિકારીઓ ફરજ દરમિયાન હાજર ના હોવાથી બસ તંત્રના કાર્યોમાં બાધા ઉત્પન્ન થઇ હતી. આવા રેઢીયાર તંત્રના કારણે મુસાફરોને ભારે તકલીફ ભોગવવાનો વારો આવ્યો હતો. આમ, દિવાળી સમયે બસ ડેપોના અણધડ વહીવટના કારણે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.