માળીયા (મી.) : માળીયા(મી.) તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આર. કે. પારજીયા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભચાઉ સ્થીત નવચેતન અંધજન મંડળ (અંધઆશ્રમ તથા વ્રૂધ્ધાશ્રમ)માં રહેતા અંધજનો તથા વૃદ્ધોને ભોજન કરાવીને દિવાળી પર્વની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. આ તકે અંધજનો તથા વૃદ્ધોએ તેમના ઉમદા કાર્યની પ્રસંશા કરી હતી તથા આશીર્વાદ અને શુભકામના પાઠવી હતી.