મોરબી : મોટા ભેલા ગામમાં શ્રી રાંદલ યુવક મંડળ દ્વારા સરડવા પરિવારના કુળદેવી રાંદલ માતાના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ આશરે 27x27 ફૂટની વિશાળ તથા કલાત્મક રંગોળી બનાવવામાં આવી હતી. આ રંગોળી માટે રાંદલ યુવક મંડળના સભ્યોએ રાતભર જાગીને મહેનત કરી હતી. જેને નિહાળીને મંદિરે આવતા ભાવિકોએ યુવાઓની કલાના વખાણ કર્યા હતા.