- text
માળીયા (મી.) : તાલુકાના કુંભારીયા ગામની વૃદ્ધાએ પગનો દુઃખાવો સહન ન થતા શરીર પર કેરોસીન છાંટી જાત જલાવતા સારવાર દરમ્યાન તેનું મોત થયું છે.
- text
તાલુકાના કુંભારીયા ગામે રહેતા બચુબેન ચંદુભાઈ પંચાસરા ઉં.વ.52ને પાછલા 2 વર્ષથી જમણા પગના ઘૂંટણમાં અસહ્ય દુઃખાવો થતો હોય જેનું ઓપરેશન કરાવવા છતાં દુઃખાવો દૂર ન થતા અને પછી તો બન્ને પગમાં દુઃખાવો શરૂ થતાં સહન ન થતા કંટાળીને તારીખ 23ના રોજ આખા શરીરે કેરોસીન છાંટીને કાંડી ચાંપી દેતા ભડભડ સળગી ઉઠ્યા હતા. ઘરના લોકોનું ધ્યાન જતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેઓનું મોત થતા ઘાંટીલા ઓ.પી. ના હેડ.કોન્સ. એમ.એન. બાલાસરા બનાવની વધુ તપાસ ચલાવી રહ્યા છે.
- text