વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસ મથકના વિવિધ ગુનામાં સંડોવાયેલા નવઘણભાઈ વેરશીભાઈ દેગામા ઉ.વ. 25 રહે. મોરથરા તા.થાનગઢ વાળા સામે પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલાએ પાસા પ્રપોઝલ તૈયાર કરી જિલ્લા કલેકટર સમક્ષ મૂકી હતી. જેથી જિલ્લા કલેકટર દ્વારા આ શખ્સની પાસા તળે અટકાયતી પગલાં લઈને તેને સુરત લાજપોર જેલ ખાતે મોકલી આપવાનો હુકમ કરાતા પોલીસે આજે પાસા વોરંટની બજવણી કરી તેની અટકાયત કરી સુરત મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે.