કાંતિજ્યોત ગ્રુપ દ્વારા પ્રેરણાદાયી પહેલ મોરબી : ભારતની આઝાદીના ઈતિહાસનું અનેરું પાત્ર,ભારતીય એકતા અને અખંડિતતાના શિલ્પી, 562 જેટલા રજવાડાઓને અખંડ ભારતમાં વિલીનીકરણ કરાવનાર આઝાદ ભારતના પ્રથમ ગૃહ પ્રધાન એવા લોખંડી મનોબળ ધરાવતા લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતિ નિમિતે તા.31.10.2019 ના રોજ બપોરે 2.00 થી 5.00 દરમ્યાન કાંતિજ્યોત ગ્રુપ દ્વારા કાંતિજ્યોત પાર્ક, મહેન્દ્રનગર ખાતે સરદાર પટેલની વિશાળ પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવશે આ પ્રસંગે કાર્યક્રમને દિપાવવા અને શોભાવવા તેમજ સરદાર પટેલને સ્મરાંણજલી અર્પણ કરવા આયોજકો દ્વારા સૌને સ્નેહસભર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.