ટંકારા : ટંકારા તાલુકાના નસીતપર ગામે શ્રી મારૂતિ ગૌ સેવા યુવક મંડળ દ્વારા ગાયોના લાભાર્થે તા. ૦૧-૧૧-૨૦૧૯, શુક્રવાર ને લાભપાંચમ ના રોજ રાત્રે ૯:૩૦ કલાકે મહાન ઐતિહાસિક નાટક 'વીર એભલવાળો યાને સતી સાઈ નેસડી' રજૂ કરવામાં આવશે નસીતપર ગામે શ્રી મારૂતિ ગૌ શાળા મા હાલ ૧૦૦ જેટલી નિરાધાર ગાયો નો નિભાવ થાય છે તેનો નિભાવનો ખર્ચ છેલ્લા ૫ વર્ષથી નાટક નો કાયઁક્રમ યોજી તેમજ યુવક મંડળ દ્વારા ઢોલ-ત્રાસા વગાડી કરવામાં આવે છે. શ્રી મારૂતિ ગૌ શાળા માં ગાય માતાજી નું સમાધિ મંદિર પણ બનાવવામાં આવ્યું છે. જેથી સમસ્ત નસીતપર ગામ તથા શ્રી મારૂતિ ગૌ સેવા યુવક મંડળ - નસીતપર દ્વારા નાટક નિહાળવા સૌને હાદિઁક આમંત્રણ છે.