વડીલોને ભાવતા ભોજનીયા કરાવીને વિવિધ રમતો પણ રમાડી મોરબી : મોરબીમાં લાયોનેસ કલબ દ્વારા ચાર્ટર ડેની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ક્લબના બહેનોએ વૃદ્ધાશ્રમના વડીલોને ભાવતા ભોજનીયા કરાવીને તેઓને વિવિધ રમતો રમાડીને આનંદ પૂરો પાડ્યો હતો. મોરબીમાં લાયોનેસ કલબ દ્વારા ચાર્ટર ડે નિમિતે શહેરના શોભેશ્વર રોડ ઉપર આવેલ વૃદ્ધાશ્રમમાં 60 જેટલા વડીલોને ક્લબના પ્રમુખ પ્રીતિબેન દેસાઈ તરફથી મિષ્ટાન અને ફરસાણ સાથેનું ભોજન કરાવાયું હતું. આ સાથે વડીલોને વિવિધ ગેઇમ રમાડીને પ્રાઈઝ પણ આપવામાં આવી હતી. સાથોસાથ કેક પણ કટિંગ કરાઈ હતી. બાદમાં સાંજે સ્ટીમ ઢોકળાનો પણ પ્રોગ્રામ યોજાયો હતો. હાલ ઠંડીની સિઝન શરૂ થવાની હોય તમામ વડીલોને પગના મોજાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ક્લબના પ્રમુખ પ્રીતિબેન દેસાઈ, ઉપપ્રમુખ ધ્વનિબેન મારશેટ્ટી, સેક્રેટરી મયુરિબેન કોટેચા, નયનાબેન બરા, પ્રજ્ઞાબેન, ચેતનાબેન પાંચાલ, નિલાબેન કારીયા, સંધ્યાબેન રાવલ, રૂપલબેન દેસાઈ, પૂજાબેન પારેખ, પૂનમબેન હીરાણી તથા પૂર્વીબેન શાહ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.