મોરબી : મોરબી તાલુકાના ઝીકિયાળી ગામે દિવાળીના પર્વ નિમિત્તે મનીષભાઈ સવજીભાઈ ચાપાણીએ ગ્રામજનોના સહકારથી ગામમાં 500 વૃક્ષોનું વાવેતર કરી અને તેને ફેનસિંગથી રક્ષણ પણ આપ્યું છે. હાલ આધુનિક સમયમાં પ્રદુષણ વધતું જઇ રહ્યું છે. ત્યારે મનીષભાઈ ચાપાણીએ દિવાળીની ઉજવણીના ભાગે હાથ ઘરેલુ વૃક્ષારોપણનું કાર્ય અન્ય માટે પ્રેરણાદાયી રહ્યું છે.