ટંકારા : ટંકારાના ગામ-ધણી રૂપ શ્રી લક્ષ્મી નારાયણ મંદિર ખાતે નુતન વર્ષ નિમિત્તે અન્નકુટ દર્શન યોજાશે. દિવાળીના તહેવારો અગિયારસથી શરુ થઇ જાય છે ત્યારથી રોજ વહેલી સવારે અને ઢળતી સાંજે શાસ્ત્રિય સંગીત અને નોબત વગાડવાની પંરમપરા આજે પણ જીવંત છે. ટંકારાના મધ્યમા બિરાજતા અને ગ઼ામદેવતા તરીકે પુજાતા શ્રી લક્ષ્મી નારાયણના મંદિરે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા. 28/10/2019ને સોમવારે અન્નકૂટ દર્શન કરવામા આવશે. જેમાં અનેક શાકભાજી, ફળ, મીઠાઈ સહિતનો ભોગ ઠાકોરજીના સન્મુખ ધરાવાશે. આ તકે લક્ષ્મી નારાયણ મંદિરના ભગત દ્વારા ટંકારા સહીત દેશભરમાં વસતા તમામ હરિ ભક્તો ટંકારા પધારવા અને અન્નકુટ દર્શનનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.