મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા આજે ઝૂંપડપટ્ટીના બાળકોને ફટકડાનું વિતરણ કરીને ખરા અર્થમા દિવાળીના પર્વને દીપાવ્યો હતો. સાથો સાથ પોતાની સંવેદનશીલતાનો પરચો પણ આપ્યો હતો. મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા અને ડીવાયએસપીની સૂચના મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ ચૌધરી સહિતના સ્ટાફ દ્વારા આજે બાયપાસ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમા બાળકોને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ફટાકડા મેળવીને તમામ બાળકોનો હરખ સમાતો ન હતો. આમ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે દિવાળીના પર્વની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.