મોરબી : મોરબી તાલુકા પોલીસ મથકમાં કાર્યરત પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. પટેલને પી.એસ.આઈ.માંથી પી.આઈ. તરીકે બઢતી મળતા પીપળી ગામના સરપંચ પ્રવિણસિંહ ઝાલા તથા તેમના સાથી કાર્યકર્તાઓએ પુષ્પગુચ્છ આપીને શુભેચ્છા પાઠવી હતી. આ તકે પી.આઈ. એમ.વી. પટેલએ શુભેચ્છા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.