મોરબી : મોરબી તથા ટંકારામાં આર્ય સમાજ (ત્રણ હાટડી) - ટંકારા તથા માતૃભૂમિ વંદના ટ્રસ્ટ - મોરબી તથા યજ્ઞ પ્રચાર સમિતિ (રામકો) - મોરબીના સંયુક્ત ઉપક્રમે આગામી તા. 11થી 13 નવેમ્બર સુધી આધ્યાત્મ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. આ શિબિરના અધ્યક્ષ આચાર્ય શ્રી આર્ય નરેશજી, જેઓ યોગ માર્ગદર્શક, શંકાના સમાધાનકર્તા, વૈદિકજ્ઞાનના ઉપાસક, દેશભક્ત, ગૌરક્ષક છે. તેમજ આચાર્ય આર્ય નરેશજી ઉદ્ગીથસ્થલી હિમાચલ પ્રદેશના સ્થાપક છે. સ્થળ ઉપર રહેવા ઉત્સુક વ્યક્તિઓ માટે વ્યવસ્થા કરવામાં આવશે. તથા શિબિરમાં મર્યાદિત સંખ્યા જ લેવાની હોવાથી નામની નોંધણી કરાવવાની રહેશે. વધુ વિગત માટે મહેશભાઈ ભોરણીયા - મોરબી 9426802094, નરશીભાઈ અંદરપા - મોરબી 9898320233, પડસુંબિયા દેવજીભાઈ - ટંકારા 8980808071નો સંપર્ક કરવાનો રહેશે.