ત્રણ શખ્સો સામે એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો મોરબી : મોરબીના રેલવે સ્ટેશન પાસે રોડ પર ઉભેલા યુવાનના પગ પર બાઇક ચડાવી દઈને લાજવાને બદલે ગાજીને ત્રણ શખ્સોએ યુવાનને માર માર્યો હોવાની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મારામારીના બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર દહીંસરા ગામે રહેતા અને ડ્રાઈવીંગનો ધંધો કરતા મંગળસિંહ મહિપતસિંહ ઝાલા ઉ.વ.40 એ રાજા ઉર્ફે હાસમભાઈ જુમાભાઈ સુમરા, અફઝલભાઈ ઓસમાણભાઈ સુમરા અને સલીમભાઈ જુમભાઈ સુમરા સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી પોતાની પેસેજર ગાંડી લઈને મોરબીના રેલવે સ્ટેશન પાસે પેસેન્જર ભરતા હતા.તે સમયે આરોપીએ પોતાનું મોટર સાયકલ ફરિયાદીને જમણા પગ પર ચડાવી દેતા બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી.બાદમાં ફરિયાદી રેલવે સ્ટેશન પાસે પોતાની ગાડી પાર્ક કરી નજીકમાં આવેલ ગાઠીયાની લારીએ ચા પીતા હતા.ત્યારે આરોપીઓએ ત્યાં આવીને કાલે કેમ હવા કરતો હતો તેમ કહી ગાળો આપી ફરિયાદીને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે તેમણે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.