દિવાળી નિમિતે લાભાર્થીઓ સાથે બેસી નાસ્તો કરી મીઠાઈનું વિતરણ કર્યું મોરબી : મોરબીમાં દિવાળી પર્વ નિમિત્તે આયુષ્યમાન ભારત યોજનાના 50 જેટલા લાભાર્થીઓનું સાંસદ મોહનભાઇ કુંડારિયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં આ લાભાર્થીઓ સાથે બેસી નાસ્તો કરીને મીઠાઈનું વિતરણ કરીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. મોરબી જિલ્લામાં આયુષ્યમાન ભારત યોજનાના 1.20 લાખ લાભાર્થીઓ છે.જેમાં 75 હજાર કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે.તેમથી ગતતા.23/8/2018 થી અત્યાર સુધીમાં આશરે 900 દર્દીઓએ આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લીધો છે.ત્યારે દિવાળી પર્વ નિમિત્તે આજે સાંસદ મોહનભાઇ કુંડરિયાએ 50 જેટલા લાભાર્થીઓને બોલાવીને તેમનું સન્માન કર્યું હતું.જેમાં લાભાર્થીઓ સાથે બેસી નાસ્તો કરીને મીઠાઈનું વિતરણ કરી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.તેમજ આયુષ્યમાન યોજનાનો વધુને વધુ લોકો લાભ લે તેવી અપીલ કરી હતી.આ તકે દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, વિશાલ ઘોડાસરા, રાકેશ કાવર,આનંદ આગોલા, નિતેષ બાવરવા,અશોક દેસાઈ સાહિતનાએ લાભાર્થીઓનું સન્માન કર્યું હતું.