પીઆઇ તરીકે બઢતી મેળવાવેલા ત્રણ પીએસાઈને જિલ્લા પોલીસ વડાએ પાઠવ્યા અભિનંદન મોરબી : મોરબી જિલ્લામા ફરજ બજાવતા 4 પીએસઆઈને પીઆઇ તરીકે પ્રમોશન મળતા આજે જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા દ્વારા સોલ્ડર ફિલ ઇન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓ દ્વારા આ પોલીસ અધિકારીઓને સ્ટાર લગાવવામાં આવ્યા હતા અને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા. વાંકાનેર સીટીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા એ.બી.જાડેજાને પીઆઈ તરીકે બઢતી આપી વડોદરા સીટીમાં મુકાયા છે. જ્યારે માળીયા મિયાણા પીએસઆઈ અને હાલ લિવ ઓન રિઝર્વ પીએસઆઈ તરીકે ફરજ બજાવતાં જે.ડી.ઝાલાને પ્રમોશન આપી એસીબી પીઆઈ તરીકે ગાંધીનગર મુકવામાં આવ્યા છે. મોરબી તાલુકા પીએસઆઈ એમ.વી.પટેલને પ્રમોશન આપી એસીબી પીઆઈ તરીકે નિમણુંક અપાઈ છે. તેમજ મોરબી જિલ્લા ટ્રાફિક પીએસઆઈ પી.આર.વાઘેલાને અમરેલી જીલ્લામાં પીઆઈ તરીકે બઢતી આપી નિમણુંક કરાઈ છે. આ ચારેય પીએસઆઇને સન્માનિત કરવા માટે મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા દ્વારા સોલ્ડર ફિલ ઇન સેરેમની યોજાઈ હતી. જેમાં પ્રમોશનલ મેળવેલા જે.ડી. ઝાલા, એ.બી.જાડેજા અને પી.આર.વાઘેલા સહીત જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેરેમનીમાં એસ.પી.એ ત્રણેય પ્રમોશન મેળવેલ અધિકારીઓને નવા સ્થળે નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવીને લોકોની સેવા કરવા માટેની શુભેચ્છા પાઠવી હતી.