મોરબી : મોરબીમાં આયુર્વેદિક જીવન શૈલી દ્રારા ગત તા. 22ના મંગળવારે વિનામૂલ્યે મંત્ર ઔષધિ સુવર્ણપ્રાશન ટીપા પીવડાવા માટે કેમ્પ યોજાયો હતો. સુવર્ણપ્રાશન ટીપાથી બ્રાહ્મી, વચા, નવરત્ન, શંખપુષ્પી, મધ, સુવર્ણ ભસ્મ જેવી કિંમતી ઔષધિથી બનેલ સુવર્ણપ્રાશનના ટીપાથી બાળકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો, યાદ શક્તિમાં વધારો, તાવ શરદી, વાયરલ ઇન્ફેક્શન જેવા રોગોથી બચી શકાતું હોવાથી મોરબી તથા આજુ-બાજુનાં ગામનાં 1600થી વધુ બાળકોએ લાભ લીધો હતો. બાળકોને ટીપા પીવડાવ્યા બાદ ગિફ્ટ આપવામાં આવી હતી.કેમ્પના આયોજકનાં જણાવ્યા મુજબ આનંદભાઈ અઘરા, ફ્લેવર ગ્રેનાઈટોવાળા હિતેશભાઈ, અનમોલ સીરામીકવાળા વિનોદભાઈ, રાજ પરમાર, પારસ મહેતા, ભરતભાઈ કાનાબાર, વિનોદભાઈ પટેલ, હિરેનભાઈ પીઠવા, ક્રિષ્નાબેન, વૈશાલીબેન, વિધિબેન, ડેનિષ, અરૂણાબેન સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ માટે સોરઠીયા લુહાર જ્ઞાતિનો સહયોગ સાંપડ્યો હતો. ઉલ્લેખનીય છે કે વધુને વધુ બાળકોને આ આયુર્વેદિક ટીપાનો લાભ મળે અને દરેકનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેં માટે દર પુષ્યનક્ષત્રએ આ કેમ્પનું આયોજન થાય છે.