ખેડૂતોને થયેલી નુકશાની મુજબ સર્વે ન થતા ગ્રામજનો વિફર્યા હળવદ : હળવદ તાલુકાના માનગઢ ગામે અગાઉ ભારે વરસાદને પગલે બ્રાહ્મણી ડેમના દરવાજા ખીલોતા નદી ગાંડીતુર બનવાથી વ્યાપક નુકશાની થઈ હતી.જેના પગલે તાલુકા વિસ્તરણ અધિકારી સહિતની ટીમે આજે અતિવૃષ્ટિમાં થયેલી નુક્શાનીનો સર્વ કરવા માનગઢ ગામે આવી હતી.પણ ખેડૂતોને થયેલી નુકશાની મુજબ સર્વે ન થતા ગ્રામજનો વિફર્યા હતા અને ગ્રામજનોએ આ ટીમનો બેહિષ્કાર કરીને આ અંગે લેખિતમાં જિલ્લા ખેતીવાડી અધિકારીને જાણ કરી હતી. માનગઢ ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનોએ આજે લેખિતમાં મોરબી જિલ્લા પંચાયતમાં જિલ્લા ખેતીવાડી અધિકારીને જાણ કરી હતી કે, હળવદ તાલુકાના માનગઢ ગામે ચાલુ વર્ષ ચોમાસામાં ભારે વરસાદ પડ્યો હતો.જેના કારણે બ્રાહ્મણી ડેમ-2ના દરવાજા ખોલાતા નદી બે કાંઠે વહી હતી.આથી આ બધું પાણી માનગઢ ગામે ફરી વળ્યું હતું.જેથી ખેતરોમાં ઉભા પાકને મોટી નુકશાની થઈ હતી.જેથી ખેડૂતોને ભારે આર્થિક નુકશાની વેઠવી પડી છે.ત્યારે માનગઢ ગામે અતિવૃષ્ટિમાં થયેલી નુક્શાનીનો સર્વ કરવા માટે હળવદ તાલુકા પંચાયતની ટિમ આવી હતી.પણ આ ટીમે ખેડૂતોને થયેલી નુકશાનીને અનુરૂપ સર્વે ન કરતા ગ્રામજનો રોષે ભરાયા હતા અને આ સર્વે ટીમનો ગ્રામજનોએ બેહિષ્કાર કર્યો હતો.તેમજ આ અંગે ગ્રામજનોએ જિલ્લા ખેતીવાડી અધિકારીને લેખિતમાં જાણ કરી છે.