હળવદ : હળવદ તાલુકાના સુંદરગઢ ગામે દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની હળવદ તાલુકા પોલીસને બાતમી મળતા સ્થાનિક પોલીસ દ્વારા દારૂની ચાલુ ભઠ્ઠીની પર રેડ કરવામાં આવી હતી. ત્યારે ઘટના સ્થળેથી પોલીસે 1950 લિટર દેશી દારૂનો આથો, 15 લીટર તૈયાર દેશી દારૂ તેમજ ભઠ્ઠીના અન્ય સાધન-સામગ્રી મળીને કુલ 6750 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દારૂની ભઠ્ઠી સુંદગઢ ગામના અનિલ ઉર્ફે મુન્નો બેચરભાઇ કોળીની હોવાનુ સામે આવ્યુ છે. જેથી પોલીસે નાસી છૂટેલા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.