ટંકારા : ટંકારાની આર્ય વિદ્યાલયમના 36 જેટલા વિદ્યાર્થીઓએ રમતગમત ક્ષેત્રે રાજ્યકક્ષા સુધી પ્રસ્થાન કર્યું છે. જેમાં અલગ અલગ રમતોમાં U -14, U-17, U-19 વિભાગમાં વિદ્યાર્થીઓએ તેમનું કૌશલ્ય બતાવ્યું હતું. જેમાં U-14મા ખોખાણી દર્શિત, ચાવડા નિખિલ, ગડારા ખુશી, બસીયા દેવાંગ, અગ્રાવત કુલદીપ, ઢેઢી જૈનિષ, ભાગીયા દર્શિલ, આદ્રોજા દીપ, કાસુન્દ્રા પ્રિન્સ, બસીયા ધાર્મિક, લીંબાસિયા હિરેન, સંઘાણી રવિ, વાડોલીયા પ્રિતેશએ મેદાન માર્યું હતું. તેમજ U-17મા લો તુષારે બાજી મારી હતી. આ ઉપરાંત, U-19મા લીંબાસિયા જયરાજ, સોલંકી રાજન, અજાણા ધ્રુવ, બારૈયા કપિલ, જાડેજા રાજદિપસિંહ, ખટાણા રણમલ, રગિયા બાબુ, રાજકોટિયા મિલન, બાદી અબ્દુલા, ઢેઢી એલિશ, ઘોડાસરા હાર્દિ, ગડારા શિવાની, બારૈયા કિંજલ, મકવાણા અક્ષીતા, ગોસાઈ ફાલ્ગુની, છીપરિયા ઉર્વશી, ભાડજા માનસી, લખતરિયા પલ્લવી, યાદવ મૃદુલા, પટેલ શ્રુતિ, ભીમાણી હેત્વી, ફેફર વિશ્રુતિએ મેદાન માર્યું હતું. આ તમામ રમતવીરોને માર્ગદર્શન આપનાર વ્યાયામ શિક્ષક શાસ્ત્રી સર અને કોમલબેનને આર્ય વિદ્યાલયમ્ પરીવારે ખૂબ ખૂબ શૂભકામનાઓ પાઠવી હતી. આર્ય વિદ્યાલયમ્ના પ્રમુખ માવજીભાઈ દલસાણીયા અને સંચાલક મેહુલભાઈ કોરિંગાએ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.