મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર નવલખી ફાટકની પાસે રહેતા હસમુખભાઇ ગંગારામભાઈ વિંજુવાડીયા (ઉંમર વર્ષ 50) નામના આધેડ નવલખી રોડ ઉપર શ્રદ્ધાપાર્ક નજીકથી પગપાળા જઈ રહ્યા હતા ત્યારે હસમુખભાઈ કોઈ કારણોસર પડી જતાં તેઓને બેભાન હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવાયા હતા. અહીં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે તેઓને રાજકોટ ખાતે ખસેડાયા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન હસમુખભાઈનું મોત થયું હતું. બનાવની જાણ થતાં બી.ડિવિઝન પોલીસ મથકના ગીરીશભાઈ મારૂણીયાએ આગળની તપાસ શરૂ કરી છે.