મોરબી : અમદાવાદ જિલ્લા ગ્રામોદ્યોગ સંઘ - ટ્રસ્ટ તથા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનએ સંયુક્ત રીતે કુંભારીયા ગામમાં પ્રાથમિક સુવિધા જેવી કે સોલાર સ્ટ્રીટ લાઈટ, આર.ઓ. પ્લાન્ટ તેમજ કન્યા પ્રાથમિક શાળા માટે ટોયલેટ બ્લોકની સુવિધા કરી આપી છે. જેના માટે ગત તા. 20 ઓક્ટોબરના રોજ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કંપનીના રાજકોટ ડેપોના મેનેજર આર. કે. મિશ્રા, ફાયનાન્સ મેનેજર મુકેશભાઈ દવે, ટ્રસ્ટના ચેરમેન ભીખુભાઇ, સરપંચ, ઉપસરપંચ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સરપંચ દ્વારા ટ્રસ્ટ અને કંપનીનો આભાર માનવામાં આવ્યો હતો.