મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા આવેદન પાઠવાયું મોરબી : મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મોરબીને મહાનગરપાલિકા બનાવવા માટે 1000 જેટલા લોકોની સહી સાથે રજૂઆત કરવામાં આવી હતી. આ રજુઆતમાં જણાવવામાં આવ્યા હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 15મી ઓગસ્ટ, 2013ના રોજ મોરબીને જિલ્લો બનાવ્યો હતો. મોરબી શહેર જિલ્લો બનતા મોરબી શહેરમાં મોટા પ્રમાણમાં આજુબાજુ ગામના લોકો સ્થળાંતર કરીને મોરબી શહેરમાં વસવાટ શરૂ કર્યો છે. જેથી, મોરબી શહેરમાં વસ્તી અને શિક્ષણમાં વ્યાપક પ્રમાણમાં વધારો થયો છે. જેથી, કરીને A ગ્રેડની મોરબી નગરપાલિકા લોકોને પ્રાથમિક જરૂરિયાત આપવામાં નિષ્ફળ નીવડી છે ત્યારે મોરબી શહેરને મહાનગરપાલિકા મળે એ ખુબ જ આવશ્યક છે. મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દર રવિવારે સવારમાં મોરબી શહેરના અલગ અલગ વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી સફાઈ અભિયાન કરે છે અને મોરબી શહેરને ભારતનું સ્વચ્છ શહેર બનાવવા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું સાકાર કરવા સહભાગી બને છે. આ સફાઈ અભિયાનમાં 300 ટ્રેક્ટરથી વધુ કચરો ભરીને ડંપિંગ સાઇટ પર મોકલ્યો છે. આ મોરબી શહેરના મહાસ્વ્ચ્છ્તા અભિયાનમાં અમારી ટિમના 150થી વધુ સભ્યો જોડયેલા છે. આ ટિમમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો જેવા કે ડોક્ટર, CA, વકીલો, શિક્ષકો, ઉધોગપતિ વગેરેનો સમાવેશ છે. આ અમારા મહાસ્વચ્છતા અભિયાન કરતાં ધ્યાનમાં આવ્યું છે કે મોરબી શહેરની અત્યંત દયાજનક હાલત છે અને લોકો વાસ્તવમાં નર્ક જેવી હાલતમાં જીવી રહ્યા છે. જો મોરબી શહેર મહાનગરપાલિકા બને તો જ અમારા મોરબી શહેરનો વિકાસ થઈ શકે એમ છે દેશનું સુધી સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતા મોરબી સિરામિક શહેરમાં લોકોને વિકાસની મુખ્યધારામાં જોડાવું છે. અમદાવાદ, સુરત અને વડોદરાની જેમ સારા રોડ રસ્તાઓ, હોસ્પીટલો, રિવર ફ્રંટ, બાગ બગીચાઓ, શાળા કોલેજો, એરપોર્ટ, સારી સરકારી ઓફિસ, ભવનો સહિતનો વિકાસ જોઈએ છે. મોરબી શહેર મહાનગરપાલિકા બને તો લોકોની ઈચ્છાઓ પુરી થઈ શકે તેમ છે. મોરબી શહેર સિરામિક સિટી તરીકે ઓળખાય છે ત્યારે સિરામિક અને સેનેટરી પ્રોડક્ટનો મોટાભાગના વિદેશોમાં માલ એક્સપોર્ટ થાય છે. ઘણા બધા વિદેશી ઉદ્યોગકારો તેમજ વિદેશી ગ્રાહકો સિરામિક ફેક્ટરીની મુલાકાત લેતા હોય છે ત્યારે અમારા મોરબી શહેરની આવી પરિસ્થિતિ જોઈને તેના મનમાં અમારા શહેર પ્રત્યે નકારાત્મક છાપ ઊભી થાય છે. તેની અસર મોરબી શહેરના ઉદ્યોગ ઉપર પડે છે. જો મોરબી મહાનગરપાલિકા બને તો કેન્દ્ર અને રાજય સરકારના મોટા પ્રોજેકટો મોરબી શહેરમાં આવી શકે અને મોરબી સ્માર્ટ સિટીમાં સામેલ થઈ શકે એમ છે. જેવી રીતે કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો કાશ્મીર છોડીને જતાં રહ્યા હતા તેમ મોરબી શહેરના શહેરીજનો પણ બાજુમાં આવેલું રાજકોટ કે અમદાવાદ જતાં રહેશે તેવું લાગે છે કેમ કે મોરબી શહેરમાં જ્યાં ત્યાં ખુલ્લી ગટરો, તૂટેલા રસ્તાઓ, આડેધડ બાંધકામ, કચરાના ઢગલાઓ, ટ્રાફિફની સમસ્યાઓ, નગરપાલિકામાં અધૂરો વહીવટ, સરકારી કચેરીમાં ભષ્ટ્રાચાર, જાહેર રસ્તાઓ પર રખડતા ઢોર, આરોગ્યની અપૂર્તિ સુવિધાઓ વગેરે સમસ્યાથી શહેરીજનો પીડાય છે. આ ઉપરાંત, રજૂઆતમાં જણાવ્યા અનુસાર મોરબી શહેર 2018માં આખા ભારતમાં આરબીઆઇ બૅન્કના રિપોર્ટ અનુસાર સૌથી વધુ માથા દીઠ આવક (PER CAPITA INCOME) મોરબી શહેરની હતી. મોરબી જિલ્લાની કુલ વસ્તી આશરે 10 લાખથી વધુ છે. મોરબી શહેર સિરામિક સિટિ તરીકે ઓળખાય છે અને આ ઉપરાંત ઘડિયાળ, પેપર મિલ, ટ્રાન્સપોર્ટ અને હોટેલ ઇંડસ્ટ્રીમાં અગ્રિમ સ્થાન ધરાવે છે. મોરબી શહેર વિશ્વમાં સિરામિક મેન્યુફેક્ચરિંગમાં બીજું સ્થાન ધરાવે છે. જે ચાઇનાને સીધી ટક્કર આપે છે અને 6 લાખ લોકો પ્રત્યક્ષ અને 3 લાખ લોકોને અપ્રત્યક્ષ રીતે રોજગારી આપે છે. જે MAKE IN INDIAના સપનું પૂરું કરે છે. મોરબી સિરામિક ઇંડસ્ટ્રીનું ટર્નઓવર 50 હજાર કરોડ કરતાં પણ વધારે છે અને 10 હજાર કરોડ કરતાં પણ વધુ એક્સપોર્ટ કરે છે અને સિરામિક ટર્નઓવર 2025 સુધીમાં 80 હજાર કરોડ સુધી પહોચડવાનું લક્ષ્ય છે. અને 2025 સુધીમાં ચાઇનાને પાછળ રાખીને પહેલા સ્થાન પર આવવાના લક્ષ્ય સાથે આગળ વધીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું લક્ષ્ય 2024 સુધીમાં ભારતની ઇકોનોમી 2.80 ટ્રિલ્યન ડોલરથી વધીને 5 ટ્રિલ્યન ડોલર કરવાનું લક્ષ્ય છે. તેમાં અમારા મોરબી શહેરનો ફાળો આપીને લક્ષ્યને પૂરું કરવામાં મદદ કરી શકે છે. મોરબી શહેરમાં હમણાં 12 ઓગસ્ટે જયારે ફક્ત 10 ઇંચ વરસાદ પડ્યો હતો તો મચ્છુ હોનારતની 1979 યાદો તાજી કરાવી દીધી હતી કેમ કે બધા વોકળા જ્યાં પાણીનો નિકાલ થતો હતો ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરીને બધા વોકળા બુરાઈ ગયા હતા અને પાણી યોગ્ય નિકાલ થઈ શક્યો ના હતો. જો હવે મોરબી શહેર મહાનગર પાલિકા બને તો ભોગોલિક દ્રસ્ટીએ યોગ્ય આયોજન કરીને વિકાસની મુખ્યધારામાં જોડી શકાય. સમિતિએ નાગરિકોના અભિપ્રાયો તેમજ મંતવ્યો લીધાં બાદ બધા નાગરિકોનો એક સૂર છે જો મોરબી શહેરને મહાનગરપાલિકા બનવી જોઇએ. મોરબી શહેરને મહાનગરપાલિકા બનાવવાંમાં આવે એવી અમારા મોરબી શહેરના યુવાનો, નાગરિકો, વડીલોની માંગણી નથી પણ અધૂરી ઈચ્છા અને સપનાઓ છે. જે અરજી માન્ય રાખીને સરકાર પુરા કરી શકે છે.