મોરબી : મૂળ મધ્યપ્રદેશનો અને હાલ મોરબીના જેતપર નજીક રહીને મજૂરી કામ કરતો આદિવાસી યુવાન બાઇક લઇને જતો હતો ત્યારે લાલપર નજીક વહેલી સવારે થયેલ અકસ્માત બાદ સારવાર દરમિયાન રાજકોટ ખાતે તેનું મોત થયું હતુ. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશનો ધર્મેન્દ્ર કૈલાશભાઈ (ભાવસિંગ) બામણીયા આદિવાસી (ઉં. વ.26) નામનો યુવાન તેની પત્ની અને બે સંતાનો સાથે મોરબી તાલુકાના જેતપર ગામે આવેલ રોઝા કેમીકલ નજીક રહીને મજૂરી કામ કરતો હતો. દરમિયાન બે દિવસ પહેલા તે બાઈક લઈને કોઈ કામ સબબ લાલપર ગયો હતો અને ત્યાંથી પરત ફરતા સમયે વહેલી સવારના ચારેક વાગ્યાના અરસામાં તેના બાઇકને કોઇ અજાણ્યા ટ્રેલર ચાલકે હડફેટે લેતા ધર્મેન્દ્ર બામણીયાને ગંભીર ઈજા સાથે 108 દ્વારા સારવારમાં ખસેડાયો હતો. મોરબી ખાતે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ધર્મેન્દ્રને રાજકોટ ખસેડાયો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ધર્મેન્દ્ર કૈલાષભાઈ બામણીયા નામના એમ.પી.ના આદિવાસી મજુર યુવાનનું મોત થયું હતું. આ બનાવની નોંધ કરીને તાલુકા પોલીસ મથકના મહિલા એ.એસ.આઇ. જે.પી.કણસાગરાએ વધુ તપાસ હાથ ધરી છે.