મોરબી : અમદાવાદ ખાતે મનોદિવ્યાંગ બાળકોના રાષ્ટ્રીય વાલી સંગઠન સંસ્થા 'પરિવાર' અને 'સોસાયટી ફોર ધી વેલ્ફેર ઓફ ધી મેન્ટલી રીટારડેડ-અમદાવાદ' તરફથી રિસોર્ટ કિંગવિલા-બાવળામાં દેશભરના દરેક રાજ્યમાંથી સ્પેશિયલ ચાઈલ્ડના માતા-પિતા માટે ત્રણ દિવસીય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબીથી 'મિશન ફોર સ્પેશિયલ ચિલ્ડ્રન'ના પ્રણેતા વિજયભાઈ વ્યાસને આમંત્રિત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. જે બદલ પરિવારજનો તથા મિત્રો તરફથી તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ બાળકોના સામાજીકરણ અને ઉત્થાન માટે સમયની માંગ મુજબ ટેકનોલોજી સાથે જોડવા અંગે મહત્વપૂર્ણ તાલીમી જ્ઞાન આપવામાં આવ્યુ હતું.